ફરી એક પ્રેમી યુગલે હાથમાં ચૂંદડી બાંધી કેનાલમાં પડતું મુકી આયખું ટુંકાવ્યું

0
e97d91e64e0084b492571bddfb5a084d

બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમી પંખીડા ત્રણ દિવસથી ઘરેથી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાંકરેજનાં મોટા જામપુરની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પ્રેમી પંખીડાએ ઓઢણીથી એકબીજાના હાથ બાંધીને ઝંપલાવ્યું હતું.પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યની ઘટનાની વાત વાયુ વેગે અસપાસનાં વિસ્તારમાં ફેલાઇ જવાનાં પગલે લોકાનાં ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. સમગ્ર મામલે શિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફરી એક પ્રેમી યુગલ દ્વારા પોતાનું આયખું એક સાથે ટુંકાવતા, પ્રેમને હજુ પણ સમાજીક બદી ગણી સ્વીકારવામાં ન આવતો હોવાની વાતને પુષ્ટી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *