ભુજ શહેરમાં યોજાનાર સાતમ-આઠમના મેળાને અનુલક્ષીને વાહન વ્યવહાર નિયમન સારું જાહેરનામું જારી કરાયું
ભુજ શહેર મધ્યે આગામી તા.૦૩/૦૯/૨૦૨૬ થી તા.૦૪/૦૯/૨૦૨૬ સુધી સાતમ-આઠમના તહેવાર પ્રસંગે હમીરસર તળાવ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો યોજવામાં આવનાર છે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા તથા વાહનવ્યવહાર જાળવવાના હેતુસર રજુ થયેલ દરખાસ્ત અન્વયે નીચે મુજબનો હુકમ કરવા જરૂરી જણાય છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.વિઠાણી, કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૦૩/૦૯/૨૦૨૬ના કલાક ૦૮:૦૦ થી તા.૦૪/૦૯/૨૦૨૬ના કલાક ૨૪:૦૦ સુધી નીચે અનુસૂચિ-૧માં જણાવ્યા મુજબ ભુજ શહેરના રસ્તા પરથી વાહન વ્યવહારનું નિયમન થવા તથા અનુસૂચિ-૨માં જણાવેલ વૈકલ્પિક માર્ગનો અનુસૂચિ -૧: (પ્રતિબંધિત માર્ગની વિગત) પાટવાડી નાકાથી તથા મંગલમ ચાર રસ્તા તથા રઘુવંશીનગર ચાર રસ્તા તરફથી ખેંગાર પાર્ક ચાર રસ્તા થઇ હમીરસર તળાવ તરફ આવતા માર્ગને ખેંગાર પાર્ક ત્રણ રસ્તાથી બંધ કરવામાં આવે છે. મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર થઇ લેકવ્યુ હોટલ ચાર રસ્તા(હમીરસર) તરફ આવતા માર્ગને ઉમેદનગર પુલીયા પાસેથી બંધ કરવામાં આવે છે. ટાઉન હોલ તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગેથી બંધ કરવામાં આવે છે. ઘનશ્યામનગર તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને સોમનાથ મંદિર પાછળના ત્રણ રસ્તા ખાતેથી બંધ કરવામાં આવે છે. બસ સ્ટેશન તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને ઓલ્ફ્રેડ સ્કુલના મેઇન ગેટ સામેના ભાગેથી બંધ કરવામાં આવે છે. ઉપલીપાળ તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને બંધ કરવામાં આવે છે અને અનુસૂચિ-૦૨: (વૈકલ્પિક માર્ગની વિગત) પાટવાડી નાકાથી તથા મંગલમ ચાર રસ્તા તથા રઘુવંશીનગર ચાર રસ્તા તરફથી ખેંગાર પાર્ક ચાર રસ્તા થઇ હમીરસર તળાવ તરફ આવતા વાહનો મંગલમ ચાર રસ્તા થઇ કોલેજ રોડ તરફ જઇ શકશે. મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર થઇ લેકવ્યુ હોટલ ચાર રસ્તા(હમીરસર) તરફ આવતા વાહનો કોલેજ રોડ તરફથી જઇ શકશે. ટાઉન હોલ તરફથી હમીરસર તળાવ તરફ આવતા વાહનો જ્યુબીલી સર્કલ તરફથી વી.ડી. હાઇસ્કુલ થઇ જઇ શકશે. ઘનશ્યામનગર તરફથી હમીરસર તળાવ તરફ આવતા વાહનો વી.ડી. હાઇસ્કુલ થઇ જ્યુબીલી સર્કલ તરફ તથા બસ સ્ટેશન તરફ જઈ શકશે. બસ સ્ટેશન તરફથી હમીરસર તળાવ તરફ આવતા વાહનો મહાદેવનાકાથી ઉપલીપાળ થઇ પાટવાડી ગેટ -રત માગતા ગ્યોપત્ન એ થીયેટર થઈ વી.ડી. હાઇસ્કુલ માર્ગ તરફ જઇ શકશે
આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ પરના વાહનો. પોલીસ અધિક્ષકશ્રી, પશ્વિમ કચ્છ-ભુજના આદેશ અનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનો એમ્બ્યુલન્સ વાહનો ફાયર બ્રિગેડના વાહનોને મુક્તિ આપવામાં આવે છે.