જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતમાં આરોગ્યની વિવિધ બેઠકો યોજાઇ

1

કચ્છ જિલ્લામાં આરોગ્ય અને પોષણની કામગીરીમાં કોઈ ઢીલાશ ન રહે અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના લોકો
સુધી સમયસર પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા પંચાયત ખાતે પોષણ ટાસ્ક ફોર્સ, એક્ઝિક્યુટિવ કમિટી સહિત વિવિધ બેઠકો યોજાઈ હતી. બેઠકોમાં જિલ્લામાં ચાલતી આરોગ્ય અને પોષણની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠકમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને મળતા પોષણ અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન, CMTC/NRC, AMB, નેશનલ ડીવોર્મિંગ ડે, વિટામિન-એ અને NIDDCPની કામગીરી અંગે પણ માહિતી લેવામાં આવી હતી. કુપોષિત બાળકની સમયસર ઓળખ થાય અને તેને યોગ્ય પોષણ તથા સારવાર મળે તે માટે ખાસ ધ્યાન આપવા જણાવાયું હતું. ગંભીરકુપોષિત બાળકોને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા પણ સૂચના અપાઈ હતી.સગર્ભાની સમયસર નોંધણી, તપાસ, હાઈ રિસ્ક સગર્ભાની ઓળખ, જરૂરી સારવાર અને સંસ્થાકીય પ્રસૂતિ અંગેની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. HBNC, HBYC, VPD, મમતા દિવસ અને ગૌરવ દિવસની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બાળકોમાં જન્મથી રહેલી ખોડખાંપણ, હૃદયની તકલીફ, સાંભળવા અને જોવામાં તકલીફ જેવી સમસ્યાઓ વહેલી ઓળખી સારવાર મળે તે માટે જણાવાયું હતું ટીબી, રક્તપિત્ત, મલેરિયા, ડેન્ગ્યુ, NCD, HIV/AIDS, માનસિક આરોગ્ય, આંખની સારવાર, રસીકરણ, RBSK, શાળા આરોગ્ય અને M-JAY સહિતના કાર્યક્રમોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.ટીબીના દર્દીઓ વહેલા મળી આવે અને તેમની સારવાર સમયસર શરૂ થાય તે જોવા જણાવાયું હતું. મલેરિયા અને ડેન્ગ્યુને અટકાવવા પાસ અને સર્વેલન્સની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને તાલુકા આરોગ્ય અધિકારીઓ (THO)ને પોતાના વિસ્તારમાં નિયમિત સર્વેલન્સ હાથ ધરી, રોગચાળાની સ્થિતિ પર સતત નજર રાખવા અને શંકાસ્પદ કેસોનું સમયસર નિદાન તથા સારવાર સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી હતી.
હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોની તપાસ બાદ દર્દીઓનું નિયમિત ફોલોઅપ થાય તે અંગે પણ ભાર મૂકાયો હતો.
નમોશ્રી અને PMMVY જેવી યોજનાઓમાં પાત્ર લાભાર્થીઓની એન્ટ્રી સમયસર થાય અને તેમને યોજનાનો લાભ મળે તે અંગે પણ
માહિતી લેવામાં આવી હતી. ટેકોમાં થતી એન્ટ્રી અને અન્ય ડેટા સમયસર તથા સાચા ભરવા અધિકારીઓને જણાવાયું હતું.
AFHC અને IEC દ્વારા આરોગ્ય અંગે લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આરોગ્યની યોજનાઓ અને આરોગ્ય સેવાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવો જોઈએ. ફિલ્ડમાં થતી કામગીરીની નિયમિત તપાસ કરવા અને ખામી જણાય તો તરત સુધારો કરવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા સહિતના વિભાગો સાથે મળીને કામગીરી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો. બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, તબીબી અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યાહતા કચ્છમાં આરોગ્ય અને પોષણની કામગીરી વધુ સારી બને અને કોઈ પાત્ર લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સતત કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.