સામખિયાળીના આધેડ પર ગાંધીધામ ભચાઉ હાઈવે ચિરઈ નજીક હુમલાની ઘટના સામે આવી.

image

પુત્ર યુવતીને ભગાડી ગયો હોવાના મનદુઃખમાં હુમલો કરાયાની માહિતી. યુવતીને ભગાડી જવાના મામલે આધેડ સાથે તકરાર થઈ હોવાની ચર્ચા. ઘટના બાબતે મનદુઃખ રાખીને 6 શખ્સોએ આધેડ પર તિક્ષણ હત્યારોથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ. હુમલામાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભચાઉ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતાં હાલ ભુજની જી કે જનરલમાં સારવાર હેઠળ. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ.
બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી.હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ.