કાદરી જીલાણી સેવા ટ્રસ્ટ ધ્વારા ભુજ ના પાંચ નાકા અને છઠ્ઠી બારી પાસે સંસ્કૃત પાઠશાળા મધ્યે પવિત્ર શ્રાવણ માસ ના સાતમ ના દિવસે તુલસી ના રોપાઓનું વિતરણ

કાદરી જીલાણી સેવા ટ્રસ્ટ ધ્વારા ભુજ ના પાંચ નાકા અને છઠ્ઠી બારી પાસે સંસ્કૃત પાઠશાળા મધ્યે પવિત્ર શ્રાવણ માસ ના સાતમ ના દિવસે તુલસી ના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ
આ વિતરણ કાર્યક્રમમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા, એડવોકેટ હાજી અમીરઅલીભાઈ લોટીયા, એડવોકેટ દિનેશભાઈ ગોહિલ, એડવોકેટ નિરજભાઈ સુંદરા, એડવોકેટ ખુશાલ ચાવડા, મૌલાના શકરૂદીન અકબરી, મૌલાના અનવર કાદરી સમેજા, મૌલાના સલીમ કાદરી, સલીમ બાપુ, ડો.વિધી શુકલ, વિભાકરભાઈ અંતાણી, ગુજરાત રાજય વકફ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર આમદભાઈ જત, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા તથા ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ, શાસ્ત્રીશ્રી રોહિતભાઈ પાઠક, માંજોઠી આદમભાઈ જમા, કૃણાલ જેન્તીલાલ સૈવાણી, રશીદ ઈશાક વિધાણી, ધર્મેન્દ્રભાઈ ડુડીવા, મુસ્તાકભાઈ હાલા, ભોગીલાલ વોરા તેમજ અન્ય બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.
તમામ હાજર સભ્યોએ આ તુલસી વિતરણની પ્રશંસા કરેલ હતી. તેમજ કોમી એકતા પૂર્વક આ કાર્યક્રમનું તમામ આયોજન કરવામાં આવેલ હતુ.
સદરહુ કાર્યક્રમનું સંચાલન પીર અનવરહશેનશા અને પીર મહંમદ અમનશા એ કરેલ હતી. તેમજ તમામ વ્યવસ્થા સંસ્કૃત પાઠશાળાના વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતી.