ગાંધીધામના નવકાર મોલમાં ડિસ્કાઉન્ટ કૂપન મુદ્દે ગ્રાહક-મેનેજમેન્ટ વચ્ચે તીખી બોલાચાલી, વીડિયો વાયરલ
ગાંધીધામમાં રોટરી સર્કલ નજીક આવેલા નવકાર મોલમાં ડિસ્કાઉન્ટ કૂપનના મુદ્દે ગ્રાહક અને મોલ મેનેજમેન્ટ વચ્ચે તીખી બોલાચાલી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ગ્રાહકના આક્ષેપ મુજબ મોલ તરફથી ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવ્યું હતું, પરંતુ કૂપન મુજબની ફ્રી સેવાનો લાભ લેવા જતા મેનેજમેન્ટ દ્વારા હવે ₹1,000ની ખરીદી કરવામાં આવે તો જ કૂપન માન્ય રહેશે તેમ જણાવાયું હતું. ગ્રાહકે કૂપન પર આવી કોઈ સ્પષ્ટ શરત દર્શાવવામાં આવી ન હોવાનો આક્ષેપ કરતાં સમગ્ર મામલે મેનેજમેન્ટ સાથે બોલાચાલી થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.