કમા દ્વારા કરાયેલી સાદી માટીની ચોરી મામલે ખાણ-ખનિજ વિભાગ હરકતમાં

કમા દ્વારા કરાયેલી સાદી માટીની ચોરીના મામલે પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગ દ્વારા સ્થળની ત્રીજી વખત તપાસ કરવામાં આવી છે. અગાઉની રજૂઆતો બાદ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી માટી પુરાણ અને થયેલા ખનન અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
હવે ત્રજી વખત સ્થળ તપાસ પૂર્ણ થતાં આગામી સમયમાં નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા કેટલો જથ્થો ખોદવામાં કે પુરાણ કરવામાં આવ્યો છે અને તેના આધારે કેટલો દંડ ફટકારવામાં આવશે તેના પર સૌની નજર છે.
સ્થાનિકોમાં પણ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરી સરકારી રેવન્યુને થયેલા નુકસાનની વસૂલાત કરવાની માંગ ઉઠી રહી છે.