દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૫૦,૩૭૪/-ના મુદામાલ સાથે બેની અટકાયત

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન વિરેન્દ્રસિંહ જાડેજા તથા વિકેશભાઇ રાઠવાનાઓને ખાનગી રાહે બાતમી હડūત મળેલ કે, જયરાજસિંહ ખેતુભા સોઢા રહે. સાંયરા તા.લખપતવાળો દયાપર ગામે ઉમિયાનગરમાં પોતાના કબ્જાના મકાનના ખુલ્લા આંગણામાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે તપાસ કરતા ઉપર મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી દયાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૮૯/૨૦૨૬ ધી ગુજરાતપ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ) (ઇ),૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ દયાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.