અસામાજીક પ્રવુતિ કરતા ઇસમો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી ક૨તીુ ગાંધીધામ અંજાર આદિપુર ડિવિઝન પોલીસ

image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે અવારનવાર વિવિધ સરપ્રાઈઝ ચેકિંગ અને કડક કાર્યવાહી ક૨વા ચુચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ ત૨ફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.વી.ગોજીયા નાઓએ ગાંધીધામ”બી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં ખુનની કોશીષ, લુંટ, રાયોટીંગ, ઘરફોડ ચોરી, કેબલ ચોરી, વાહન ચોરી જેવા શરીર સબંધી તથા મિલકત સબંધી ગંભીર પ્રકા૨ના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા કિડાણા ગામના વ્યક્તિઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ઝુંબેશ હાથ ધ૨વામાં આવેલ જે અનવ્યે પો.સબ.ઇન્સ એલ.એન.વાઢીયા સાથેની ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ ટીમ તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ની સંયુક્ત ટીમ બનાવીને રહેણાંક મકાનો ૫૨ અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમા ગુનાહિત પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઇસમોના કબ્જાના મકાનોમાં ગેરકાયદેસર વીજ ચોરી શોધી કાઢી ચેકિંગ દરમિયાન મળેલા ગેરકાયદેસર વીજ કનેક્શનો સામે PGVCL ની ટીમ દ્વારા નિયમાનુસાર સ્થળ પર જ કનેક્શન કાપવાની તેમજ કુલ રૂ. ૧૨,૦૦,000/- થી વધુ નો દંડ કર્યાની કાર્યવાહી નિચે જણાવેલ નામ વાળા ઇસમો વિરૂધ્ધ ક૨વામાં આવેલ છે.