અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતી ગાંધીધામ “એ” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસમ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શરીર સંબધી/મિલ્કત સંબધી તથા પ્રોહિબિશન/જુગા૨ને લગતા ગુનાઓ આચરતા અસામાજીક ઇસમોને અવાર-નવાર ચેક કરી તેઓની ગેરકાયદેસ૨ની પ્રવૃતી અંકુશ લાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જે અન્વયે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી ક૨વા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જે. રાઠોડ નાઓની સુચના મુજબ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમ બનાવી તથા P.G.V.C.L. કચેરીના કર્મચારીઓની સયુંક્ત ટીમ બનાવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતી આચરતા ઇસમોને ચેક કરતા તેમના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવેલ હોય P.G.V.C.L. ની ટીમ દ્વારા નિયમોનુસાર વીજ કનેક્શન કાપી તથા દંડની કાર્યવાહી નિચે મુજબના ઇસમો વિરૂધ્ધમાં ક૨વામાં આવેલ છે.