કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર, 10.41 લાખથી વધુ સહેલાણીઓએ લીધી મુલાકાત
વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન 10.41 લાખથી વધુ પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવ્યા
મુલાકાતીઓમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ
સ્થાનિક કલાકારો અને સખી મંડળોની આવકમાં 73.30 ટકાનો નોંધપાત્ર વધારો
ક્રાફ્ટ સ્ટોલ અને સખી શક્તિના સ્ટોલની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 4,12,423 નોંધાઈ
ક્રાફ્ટ સ્ટોલ થકી આવક રૂ.6.99 કરોડથી વધીને રૂ.12.11 કરોડ પહોંચી
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવાસીઓની હાજરીમાં 45 ટકાનો વધારો નોંધાયો
થીમ પેવેલિયનમાં 1,35,366 પ્રવાસીઓએ મુલાકાત લીધી
ફન ઝોન અને ચિલ્ડ્રન એક્ટિવિટીમાં 19,812 પ્રવાસીઓ પહોંચ્યા
લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 1,08,315 પ્રવાસીઓએ મુલાકાત લીધી
ફૂડ સ્ટોલ પર 2,31,786 પ્રવાસીઓ પહોંચ્યા, સ્ટોલ ધારકોની આવકમાં 33.96 ટકાનો વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2005થી શરૂ થયેલો રણોત્સવ હવે 4 મહિનાનો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો
UNWTO દ્વારા શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ જાહેર કરાયેલા ધોરડોમાં પ્રવાસીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા
ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સેવા શરૂ કરાઈ હતી
ધોરડો ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરાયું