મેઘરાજાનું વતન વાપસી: બંગાળની ખાડીમાં વરસાદનો જાદુ સક્રિય, કચ્છના તરસ્યા ખેતરો માટે આખરે આવી ગયું આશાનું વાદળ!

મેઘરાજાનું વતન વાપસી: બંગાળની ખાડીમાં વરસાદનો જાદુ સક્રિય, કચ્છના તરસ્યા ખેતરો માટે આખરે આવી ગયું આશાનું વાદળ!

જેની રાહમાં કચ્છનો માલધારી આભ સામે ટગર ટગર તાકી રહ્યો હતો, જેની રાહમાં ખેડૂતે ખેતરમાં ઉભો રહીને ભાદરવાના બળબળતા તાપમાં અલ્લાહ ને યાદ કર્યો હતો, એ ઘડી આવી ગઈ છે.

બંગાળની ખાડીમાં સુતેલી વરસાદની સિસ્ટમ હવે જાગી ગઈ છે, સક્રિય થઈ ગઈ છે!

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલી આ વરસાદી સિસ્ટમ હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ એટલી શક્તિશાળી છે કે તે ગુજરાતમાં પ્રવેશ કરશે એટલે આખું વાતાવરણ બદલાઈ જશે.

12 થી 15 સપ્ટેમ્બર – આ ત્રણ દિવસ યાદ રાખજો

આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં 2 થી 5 ઈંચ વરસાદની શક્યતા છે. ભાદરવાના આકરા તાપ વચ્ચે આ સમાચાર એવા છે જાણે રણમાં મીઠા પાણીનો કૂવો મળી ગયો હોય.

આ વરસાદ માત્ર પાણી નથી લાવતો, આ વરસાદ ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવે છે. જે 2.25 લાખ હેક્ટરનો પાક સુકાવાના આરે હતો, એ પાકમાં ફરી જીવ આવશે. જે તલાવડીઓ તળિયા ઝાટક હતી એમાં ફરી પાણીના હિલોળા આવશે.

કચ્છના માલધારીઓ માટે તો આ સોનાના વરસાદ સમાન છે. ભૌખડામાં ફરી ઘાસ ઉગશે અને ઘેટા-બકરા ફરી ધરાઈને ચરશે.