વેળા આવી ગઈ વાયદાની, નખત્રાણા શહેર ની વચ્ચે ત્રણ દિવસ 21/22/23.થી રણકશે ભક્તિના નગારા: રામેશ્વરની ધરતી પર રામદેવપીરનો ત્રિ-દિવસીય લોકમેળો, નખત્રાણા ગુંજશે શ્રદ્ધાળીઓના આહટથી!

જેમ કોઈ પોતાના પ્રિયજનની વર્ષોની જુદાઈ પછી મળવાની ઘડીની રાહ જોતું હોય, એવી જ આતુરતાથી આખું કચ્છ આ ત્રણ દિવસની રાહ જોઈ રહ્યું છે.

નખત્રાણા તાલુકાના આંગણે, રામેશ્વરની પાવન ધરતી પર તા. 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન રામદેવપીર બાબાનો ભવ્ય લોકમેળો યોજાશે.

આ માત્ર મેળો નથી, આ કચ્છની અસ્મિતાનું સરનામું છે. આ મેળો માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત નથી, આ તો કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, પરંપરા અને ભક્તિની અનોખી ઝલક રજૂ કરતો ઉત્સવ છે.

જ્યારે ઢોલના તાલે માલધારીઓની ટોળીઓ રામેશ્વર તરફ ચાલશે, જ્યારે માતાઓ પોતાના બાળકોને ખભે બેસાડીને મેળામાં ફરવા લઈ જશે, ત્યારે લાગશે કે આખું કચ્છ અહીં ઉમટી પડ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે અને ભક્તિભાવ સાથે મેળાની રોનક માણશે. ચકડોળ, ચા ની લારીઓ, લોકગીતો અને આવનારા મહેમાનોની ખુશીઓની થી રામેશ્વરની રાતું રંગીન બનશે.