ભુજની GK જનરલ હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, વડીલ સાથે ગેરવર્તનનો આક્ષેપ, તપાસની માંગ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે 26 ઓગસ્ટનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં ભુજની GK જનરલ હોસ્પિટલના ગેટ પાસે એક સુરક્ષા ગાર્ડ એક વડીલને રોકતો કે ધક્કો મારતો હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ વડીલ કોણ છે અને સંપૂર્ણ હકીકત શું છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ અને વડીલો સાથે આવું વર્તન થવું જોઈએ નહીં.
અગાઉ પણ આ હોસ્પિટલના કેટલાક ગાર્ડના વર્તન અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદો ઉઠી છે.
લોકોની માંગ છે કે હોસ્પિટલ પ્રશાસન અને સંબંધિત તંત્ર આ વાયરલ વીડિયોની તપાસ કરે અને જો ગેરવર્તન થયું હોય તો યોગ્ય કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં આવું ન બને.