હાઉસિંગ બોર્ડમાં આવેલ પાવર હાઉસ ના મેદાન માંથી થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરણ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુના કામે સંડોવાયેલ આરોપીઓને શોધી આ પ્રકારના ગુનાઓ આચરનાર આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સારૂ શુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા દસ દિવસ અગાઉ થયેલ પી.જી.વી.સી.એલના એફ.ટી.જેડ.ઝોન પાવર હાઉસ કમ્પાઉન્ડ(સ્ટોરયાડ)ની ખુલ્લી જગ્યામા કોઈ અજાણ્યા ઈશમે દિવાલ કુદી ગે.કા.અપપ્રવેશ કરી સ્ટોર યાડમાં રાખેલ સ્ક્રેપ કંડેક્ટર વાયર ની ચોરી કરી લઈ ગયેલ હોય જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ-અ.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૬૧૩૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૩૨૯(૩) મુજબનો ગુનો જાહેર થયેલ હોય આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓ બાબતે માહીતી મેળવવા સારૂ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને જણાવેલ હોય જે બાબતે ટીમ પેટ્રોલીંગ માં હતી દરમ્યાન ગુના કામે સંડોવાયેલ આરોપીઓની સી.સી.ટી.વી. કેમેરા તેમજ હ્યુમન સોર્સ આધારે તપાસ કરતા મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓ પૈકી ૨ (બે) આરોપીઓને પકડી પાડી તેમની સદર ગુના કામે પુછપરછ કરતા સદર ગુના કામેની કબુલાત આપતા આરોપીઓની ગુના કામે ધરપકડ કરી ગુના કામે ગયેલ મુદામાલ કબ્જે કરી ચોરીના ગુના કામે અન્ય સંડોવાયેલ આરોપીઓને પકડવા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.