નખત્રાણા તાલુકાના મથલ ગામનું બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત, તંત્ર ઘોર નિદ્રામાં

image

નખત્રાણા તાલુકાના મથલ ગામનું બસ સ્ટેન્ડ છેલ્લા ૪-૫ વર્ષથી ખૂબ જ જર્જરિત હાલતમાં છે. દિવસેને દિવસે તેની હાલત વધુ ખરાબ થતી જાય છે.હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય, બસ સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકે છે અને બેસવાની પણ વ્યવસ્થા નથી. જેના કારણે મુસાફરો, ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈની જાનહાનિ થાય તે પહેલા તંત્રએ ઘોર નિંદ્રામાંથી જાગી વહેલી તકે આ બસ સ્ટેન્ડનું સમારકામ કરાવે અથવા નવું બસ સ્ટેન્ડ બનાવે તેવી માંગ છે. આ અંગે તંત્ર ગંભીરતા દાખવે અને તાત્કાલિક નિવારણ લાવે તેવી માંગ ભીમ આર્મી ભારત એકતા મિશનના નખત્રાણા તાલુકા મહામંત્રી હીરજી જે. ભદ્રુ તેમજ મથલ ગામના ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.