જિલ્લામાં વધતાં સાયબર ર ક્રાઇમ અંગે જનજાગૃત ફેલાવવા સાયબર અવેરનેસ કાયક્રમાેનું આયોજન

સાયબર સેલ (એલ.સી.બી.) અંતર્ગત આર.ડી.વરસાણી લેવા-પટેલ સ્કૂલ, ભુજ ખાતે સાયબર ક્રાઇમ અંગે જન-જાગૃતિના હેતુથી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ. જેમાં આશરે એક હજારથી વધારે યુવાનો તથા સીનીયર સીટીજનને ઓનલાઇન ગેમિંગ, સાયબર મીડિયા બ્લેકમેલ, સાયબર રિવેન્જ, રોમાન્સ સ્કેમ,ડિજીટલ એરેસ્ટ સહિત વિવિધ સાયબર ગુનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં. 1930 અંગે માહિતગાર કરી પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી.