ભુજ શહેર એ ડીવીઝન સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૧,૫૪,૬૨૦/- સહિત કુલ્લે રૂ.૪,૫૪,૬૨૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

image

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એએલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જયદિપ વિજયભાઇ ચુડાસમા રહે સુથારસમાજવાડી નવાવાસ સુખપર તા. ભુજ વાળો મિર્ઝાપર માં આવેલ સહઝાનંદ નગરમાં જગદીશભાઇ પટેલના ટાઇલસના ગોડાઉન (ખુલ્લો વરંડા) આવેલ છે જે વરડામાં તે પોતાના કબ્જા ભોગવટાની સફેદ કલરની વેન્યુ ગાડી સાથે હાજર છે અને તે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે અને તે સગેવગે કરવની ફીરાકમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા ઉપર મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાતપ્રોહીબીશન એક્ટની કલમ ૬૫ (એ)(ઈ),૮૧,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ