રણના રુદન વચ્ચે માલધારીની મમતા: નખત્રાણા ના છારીની ધરતી પરથી એક કારમો સીસકારો!

અષાઢ ઊડી ગયો, શ્રાવણ સૂકોભટ્ટ વીતી ગયો, અને ભાદરવાના તાપમાં કચ્છની છાતી ફાટી રહી છે. નખત્રાણા તાલુકાનું છારી ગામ આજે એક એવા વળાંક પર ઊભું છે જ્યાં સીમમાં લીલું તણખલું તો દૂર, પીવાના પાણીનું ટીપું પણ નસીબ નથી. આકાશેથી કાળચક્ર સમાન તાપ વરસી રહ્યો છે અને માથે કારમા દુષ્કાળનું રાક્ષસી સાયણું ફરી વળ્યું છે.

છારી માલધારી માટે તો તેની ભેંસો એ માત્ર પશુ નથી, તેના પોતાના લોહીથી સિંચાયેલું આંતરડું છે. એ આંતરડાને સાચવવા માટે છારીના માલધારીઓ મોરગર ટાંકાથી ટેન્કરમાં પાણી ભરી, વિષમ રસ્તે ઢંઢ સુધી પહોંચીને પોતાની તરસ્યા ઢોરની આંતરડી ઠારે છે.

પણ અરે રે નિયતિ! દુષ્કાળના આ અગ્નિપરીક્ષાના સમયે પણ માણસાઈ મરી પરવારી છે. જે ભેંસો પાણી વિના જીભ બહાર કાઢીને ટળવળે છે, એમના માટે પાણી ભરવા જતાં માલધારીઓને અમુક સ્વાર્થી અને કઠોર દિલના માણસો તરફથી ધાક-ધમકીઓ મળી રહી છે—”અહીંથી પાણી નહીં ભરવાનું!”

વિચારો તો ખરા! એક તરફ આકાશ રૂઠ્યું છે, ધરતી ધગધગે છે, ના પાંઝરણું મલે છે ના ઘાસનો ટુકડો. એવામાં જે એક ઘૂંટડો પાણી પોતાના અબોલ જીવો માટે માલધારીઓ રાત-દિવસ એક કરીને લાવે છે, એમાંય જો કોઈ રોડાં નાખે તો એ તરસ્યા પશુઓ ક્યાં જાય?

શું એ અબોલ જીવો પાણી વિના તરફડીને પોતાના પ્રાણ છોડી દે? જ્યારે એક ભેંસ તરસથી તરફડીને આંખો ખેંચે, ત્યારે માલધારીનું કાળજું ચાર કટકા થઈ જાય છે. પશુના મોંમાંથી નીકળતો આહનો અવાજ કોઈ સામાન્ય અવાજ નથી, એ આખી માનવતા સામેનો સવાલ છે. જો આ જીવદયાના કામમાં વિઘ્નો ઊભાં થશે, તો માલધારીનો સંસાર જ નહીં, આખી ધરા પાપના બોજ તલે દબાઈ જશે.

છારી ગામના માલધારી ભાઈઓ માટે આગળના માર્ગ અને ઉપાયો:

આ કઠીન પરિસ્થિતિમાં હિંમત હારવાને બદલે કાયદાકીય અને સામાજિક રીતે પગલાં ભરવા જરૂરી છે:

સરકારી અને તંત્ર સમક્ષ રજૂઆત:

માલધારી સંગઠન સાથે મળીને નખત્રાણા મામલતદાર અને પ્રાંત અધિકારી (SDM) ને તાત્કાલિક અસરથી લેખિત અરજી આપો.

દુષ્કાળની સ્થિતિમાં અબોલ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ શાસનની પ્રાથમિક ફરજ છે.