ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ,બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક સાહેબથી પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓની સુચના મુજબ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો ડામવા તથા પ્રોહીબીશન/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ એચ.એસ/એમ.સી.આર તથા જાણીતા જુગારી ચેડ ક૨વા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજીક તત્વો વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સરપ્રાઈઝ કોમ્બીંગ કરવા સુચના આપેલ હોય જે સુચના આધારે ના.પો.અધિ.થી સાગર સાંબડા સાહેબનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પોલીસ પોલીસ ઇન્સપેડટર ભચાઉ પોલીસ સ્ટેશન નાઓ દ્રારા અલગ અલગ ટીમો બનાવી જેમાં પોલીસ ઇન્સપેક્ટર-0૨,પોલીસ સબ ઇન્સપેક્ટર-03, પોલીસ કર્મચારી-૪૯ એમ કુલ-૫૪ પો.અધિ./કર્મચારીઓ સાથે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી અગાઉ પ્રોહીબીશન તેમજ ચોરી વિગેરે જેવા અલગ અલગ ગુનામાં પકડાયેલ ઇસમો તથા અસામાજીક તત્વોને ચેક કરી તેમજ વાહન ચેકીંગ કરી નિચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.