૧૬માં નાણા પંચમાં વિકાસ કામો ચુંટાયેલા પ્રતિનિધિઓ ને બદલે અધિકારીઓની આયોજન સમિતિ કામો નક્કી કરશે

વર્ષ ૨૦૨૬-૨૭ થી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યો માટે ૧૬મુ નાણા પંચ અમલ માં આવશે જેમાં ૫ વર્ષ માટે નાણાની જોગવાઈ કરવામાં આવે છે અત્યાર સુધી ૧૫મુ નાણા પંચ અમલમાં હતું જેમાં ગ્રામીણ વિસ્તારો માટે વસ્તી અને વિસ્તારના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

અત્યાર સુધી નાણા પંચની ગ્રાન્ટ ટાઇડ અને અન ટાઇડ માંથી વિકાસ કામો ગ્રામસભામાં નક્કી કરવામાં આવતા હતા અને નવી જોગવાઈ માં ગ્રામ પંચાયત આયોજન સમિતિ કામો નક્કી કરશે જેમાં સરપંચ અને સરકારી કર્મચારીઓ જે કામો સુચવશે તેને ગ્રામસભામાં બહાલી લેવાની રહશે. તેવીજ રીતે તાલુકા/જીલ્લા કક્ષાની ગ્રાન્ટ માંથી વિકાસ કાર્યોની તાલુકા/જીલ્લા પંચાયતની અધિકારીઓની બનેલી આયોજન સમિતિ નક્કી કરશે ત્યાર બાદ તાલુકા/જીલ્લા પંચાયતની સામાન્ય સભા માં માત્ર બહાલી મેળવવાની રહશે અને આયોજન સમિતિ સરકારે નક્કી કરેલા

એનેક્ષર ૧ અને ર મુજબનાજ કામો લઇ શકાશે આમ ગ્રામ્ય વિસ્તારને જરૂરિયાત મુજબના કામો પણ લઇ શકાશે નહિ તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.

૧૬માં નાણા પંચ ની નવી જોગવાઈમાં ૬ લાખથી ઓછુ કામ મંજુર કરી શકાશે નહિ તેવી જોગવાઈ કરાયેલ છે જેના કારણે તાલુકા/જીલ્લા કક્ષાની ગ્રાન્ટ રૂપિયા ૫ લાખ સુધીના કામો ગ્રામ પંચાયતો ને ભાવો ભાવ થી આપવાની જોગવાઈ હતી જે હવે ગ્રામ પંચાયતો વિકાસ કામો નહિ કરી શકે અને હવે તમામ નાના મોટા કામો ટેન્ડર પદ્ધતિ થી આપવામાં આવશે જેના કારણે વિકાસ કામોમાં ખુબ વિલંબ થશે અને ૬ કે ૭ લાખ નું કામ ગામડા માં જઈ ને કરવાનું કોન્ટ્રાક્ટ્રરો ને પરવડશે પણ નહિ જેના કારણે કામોની ગુણવતા ઓ પણ અસર પડશે કારણ કે અત્યાર સુધી સરપંચ ની દેખરેખ હેઠળ આવા નાના કામો થતા પરંતુ આ નવી જોગવાઈ ના કારણે સરકારે ગ્રામ પંચાયતો ઉપરભરોશો કરવાના બદલે કોન્ટ્રાક્ટરો ઉપર ભરોશો કરશે. અને નાની રકમના કોઈ કામો કરવા માટે કોન્ટ્રાક્ટરો પણ તૈયાર નહિ થાય તો કામો સમય સર કેવી રીતે થઇ શકશે તે પણ પ્રશ્ન આવશે.

અત્યાર સુધી તાલુકા/જીલ્લા પંચાયત કક્ષાની ગ્રાન્ટ માંથી પંચાયતો ને કચરો ઉપાડવા માટે વાહનો, ટ્રેકટરો, એમ્બ્યુલસ ખરીદી પંચાયતો ને આપવામાં આવતી હતી તે નવી જોગવાઈ માં વાહનો ખરીદી શકાશે નહિ તેવી જોગવાઈ કરવામાં આવેલ છે જેના કારણે કોઈ પણ પંચાયતો ને વાહન આપી શકાશે નહિ.

આમ ૧૬માં નાણા પંચની જોગવાઈ મુજબ વિકાસ કામો કરવામાં ખુબજ વિલંબ થશે વિકાસ કામો નક્કી કરવામાં પંચાયતી રાજ માં ચુંટાયેલા પ્રતિનિધિઓ ના અવાજ ના બદલે આયોજન સમિતિ જે અધિકારીઓની બનેલ હશે તે નક્કી કરશે તેવાજ કામો મંજુર કરવામાં આવશે જે પણ યોગ્ય નથી.

કચ્છ જીલ્લા માં ગ્રામ પંચાયતો ને Gem Portal ની એપલીકેશન પણ અપાયેલ નથી તો ગ્રામ પંચાયતો કઈ રીતે ટેન્ડર પદ્ધતિ પણ કરી શકશે તે પણ એક મોટો પ્રશ્ન છે.

આ બાબતે જીલ્લા અને તાલુકા સરપંચ સંગઠને આગળ આવી અને તાલુકા જીલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કરી અને સરકાર સુધી રજુઆતો કરવી જોઈએ તેમજ નાણા પંચ હેઠળ મળતી ગ્રાન્ટ માંથી ગામડાઓમાં કયા કામો ની જરૂરિયાત છે તેવા કામો મંજુર કરવા જોઈએ અને ગ્રામ પંચાયત

નક્કી કરે તેવા કામો થવા જોઈએ જેથી ચોક્કસ અને જરૂરિયાત મુજબના વિકાસ કામો થાય તેવી જોગવાઈ રાખવી જોઈએ તેવું જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ દ્વારા જણાવવામાં આવે છે.