માતાના મઢની ખાણ વિસ્તારમાં મુશળધાર વરસાદ: ચારેબાજુ પાણી જ પાણી, ટ્રકોના પૈડા થંભી ગયા
માતાના મઢની ખાણ વિસ્તારમાં આજે બપોરે અચાનક વાતાવરણ પલટાયું અને ભારે વરસાદ શરૂ થયો.
થોડી જ મિનિટોમાં ખાણ વિસ્તારમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયું. ખાણના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું અને નાના નાના વોંકળા વહેતા થયા.
વરસાદ એટલો જોરદાર હતો કે ખાણ તરફ આવતી-જતી તમામ ટ્રકોને પોતાના પૈડા થોડી મિનિટો માટે થંભાવી દેવા પડ્યા હતા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ જતા ડ્રાઈવરોએ ટ્રકો સાઈડમાં ઉભી રાખી દીધી હતી.
ખાણમાં કામ કરતા કામદારો પણ વરસાદને કારણે સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા. થોડીવાર માટે ખાણનું કામ પણ અટકી ગયું હતું.
વરસાદ બંધ થયા બાદ ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે અને ટ્રકો ફરીથી ખાણ તરફ જવા લાગી છે.