ભુજડે મેં બરસે બાદલ! રંગીલા ભુજમાં બારાન-એ-રહેમત, લાંબી રાહ બાદ માલધારીઓના ચહેરે ખુશીના મોતી!

અલ્લાહની રહેમત આજે કચ્છના પાટનગર ભુજ ઉપર વરસી!

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે ઘડી આજે આવી ગઈ. કચ્છના રંગીલા શહેર ભુજમાં આજે બારાન-એ-રહેમત એટલે કે રહેમતનો વરસાદ પડ્યો છે.

ભુજની બજારો, જ્યુબિલી ગ્રાઉન્ડ, હમીરસર અને ચારેબાજુ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે. ગરમીથી ત્રસ્ત લોકોએ આ વરસાદમાં ભીંજાઈને ખુશી મનાવી હતી.

પરંતુ સૌથી વધુ ખુશી જો કોઈના ચહેરા પર હોય તો તે છે કચ્છના માલધારી ભાઈઓના ચહેરા પર. લાંબા સમયથી ઘાસચારાની ચિંતામાં રહેલા માલધારીઓ માટે આ વરસાદ એ અલ્લાહ તરફથી મોટી નેમત છે. હવે વાડાઓમાં ઘાસ ઉગશે અને પશુઓ માટે ઘાસચારાની તકલીફ દૂર થશે.

આજનો વરસાદ ભુજ માટે માત્ર વરસાદ નથી, આ તો કચ્છ મલક માટે સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીની નિશાની છે.