બેલાથી વ્રજવાણી જતા રોડ ઉપર નીલગાય આડી ઊતરતાં યુવાનનું મોત, એકને ઇજા

રાપર તાલુકાના બેલાથી વ્રજવાણી જતા રોડ ઉપર નીલગાય આડી ઊતરતાં બાઈક સ્લીપ થવાથી યુવાનની ઉંમર વર્ષ 24નું ઘટનાસ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એકને ઇજાઓ પહોંચી હતી. સૂત્રો પરથી મળતી માહિતી બાલાસર પોલીસે બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બનાવ 7:15 વાગ્યાના અરસામાં બન્યો હતો. બંને યુવાનો બાઇક લઈને બેલાથી વ્રજવાણી રોડ ઉપર જઈ રહ્યા હતા, એ દરમિયાન રસ્તામાં નીલગાય આડી ઊતરતાં બાઈક સ્લીપ થઇ હતી. યુવાન મૃત્યુ થયું હતું અને એક યુવાન ને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ભુજ જે કે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.