પોલડિયામાં જુગાર રમતા છ ખેલીને રોકડા રૂા. એક લાખ સાથે ઝડપાય
માંડવી તાલુકાના પોલડિયામાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને રોકડા રૂા. 1,00,900ના માલસામાન સાથે પોલીસે ઝડપી પાડયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, ભરતસિંહ સજુભા જાડેજા ના મકાનના આંગણામાં જુગાર રમાઈ રહ્યો છે. આથી દરોડો પાડતાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ભરતસિંહ ઉપરાંત દિલુભા આમરજી જાડેજા ,મહિપતસિંહ વજેસંગ જાડેજા , અસરફ ફકીરમામદ નાયા , કાસમ ઓસમાણ ભટ્ટી અને રહેમતુલા નુરમામદ ભટ્ટી ને રોકડા રૂા. 1,00,900ના માલસામાન સાથે ઝડપી ગઢશીશા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.