મિંદિયાળામાં આવેલા યુવાન ઉપર ચાર આરોપીઓ નો હુમલો

 અંજારના મિંદિયાળામાં મિત્રને મળવા આવેલા યુવાન ઉપર ચાર શખ્સે ધોકા વડે હુમલો કરી તેની કારમાં તોડફોડ કરી હતી. સૂત્રો પરથી મળતી માહિતી સિનુગ્રામાં રહેનાર ફરિયાદી હુસેન બચુ કકલ નામનો યુવાન મિંદિયાળામાં રહેનાર સુરેશ બાવાજી પાસે રેતી, કપચીના બાકી નીકળતા પૈસા લેવા ગયો હતો. ગત તા. 14/9ના બપોરે તે મિંદિયાળા ત્રણ રસ્તા પાસે પોતાની ગાડી લઈને ઊભો હતો, ત્યારે કાળા રંગની સ્કોર્પિયો આવી હતી, જેમાં સવાર ચાર આરોપી અહીં શું કામ ઊભો છે તેમ પૂછી સુરેશ તો ખેડોઈ રોડ પર ઊભો હોવાનું કહ્યું હતું અને ચાર પૈકી ત્રણ શખ્સ ફરિયાદીને કારમાં બેસાડીને ખેડોઈ બાજુના રોડ પર લઈ ગયા હતા, જ્યાં રસ્તામાં ગાડી રોકાવી આ ચાર ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો તથા તેની કારમાં તોડફોડ કરી હતી. રાડારાડના પગલે આસપાસના લોકો આવી જતાં આ આરોપીઓ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. મિંદિયાળાનો મોહન જગા રબારી અને ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. મારામારીના આ બનાવમાં ફરિયાદી યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.