ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનાં હિન્દી અનુસ્નાતક વિભાગમાં ‘હિન્દી દિવસ’ ની ઉત્સાહ ભેર ઊજવણી.

1004256084

ક્ર્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખક માવજી માહેશ્વરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સેમેસ્ટર – ૩ની વિદ્યાર્થીની જોષી પ્રિયા દ્વારા કરવામાં આવેલ પ્રાર્થના દ્વારા થઈ. ત્યારબાદ હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. પંકજ ઠાકરે હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું તથા માવજી માહેશ્વરીએ સાહિત્ય તથા અભ્યાસક્રમમાં જોડવામાં આવેલ તેમની પુસ્તક ‘ગુમસુદા‌ ગાંવ’ અંતર્ગતની વાર્તાઓની પ્રેરણા એમને ક્યાંથી મળેલ એ વિશે ચર્ચા કરી. આ કાર્યક્રમના પ્રથમ ચરણનું સંચાલન મુલાકાતી પ્રાધ્યાપિકા રેખા રાવલ દ્વારા કરવામાં આવ્યું. 

કાર્યક્રમના દ્વિતીય ચરણમાં હિન્દી દિવસના અંતર્ગત જે ‘હિન્દી પખવાડિયા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે પ્રશ્નોત્તરી સ્પર્ધા, શૈક્ષણિક યાત્રામાં વ્રજભાષા પાઠશાળાની મુલાકાત, વાદ-વિવાદ સ્પર્ધા, કાવ્યપઠન, સ્વરચિત કાવ્યલેખન સ્પર્ધા, સંસ્મરણ લેખન તથા રિપોર્ટ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ બહુળા પ્રમાણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મુજબ પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રસિદ્ધ ગઝલકાર અને ગુજરાતી વિભાગ અધ્યાપક ડૉ. અમિતસિંહ ગામી ઉપસ્થિત રહ્યા હતા. અહી દ્વિતીય ચરણનાં સંચાલક મુલાકાતી પ્રાધ્યાપિકા અંજના રામાનંદી રહ્યા હતા. આ હિન્દી દિવસ નિમિત્તે સેમેસ્ટર -૩ ની વિદ્યાર્થિની શેખ જૈનબ દ્વારા હિન્દી ભાષાને લઈ વિચારો વ્યક્ત કર્યા હતા, અને અંતે કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.