લુંટ તથા ગુનાહિત મનુષ્ય વધના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ

ગુનાની વિગત:-
ગઇ તા.૧૧/૦૯/૨૦૨૬ ના રાત્રિના ૦૩/૦૦ કલાકે મંજલ ગામની સીમમાં આવેલ વાડીમાં બે અજાણયા ચોર ઇસમો આવી વાડીના મજૂર કિરણ દિનેશ નાયક તથા તેની પત્ની રહિતાબેન વા/ઓ કિરણ નાયક સુતા ત્યારે કેબલ વાયર ચોરી કરવા આવેલ ઇસમોએ તેઓ સાથે મારામારી કરી અને કુહાડીનો ઉંધો ઘા કિરણભા મારેલ જેથી બન્ને પતિ-પત્ની પોતાના નજીકમાં આવેલ સંબંધીને ત્યાં દોડીન પહોચેલ દરમ્યાન પતિ કિરણભાઇ અચાનક ઢળી પડેલ અને તેઓનું મરણ થયેલ જે અનુસંધાને નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૬૧૦૨૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૧૦૫, ૧૧૫(૨), ૩૦૩(૨), ૩૦૯(૬), ૩૧૭(૪), ૩૨૯(૩), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો દાખલ થયેલ હતો.સદર બનાવની ગંભીરતા જોઇને પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયાની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી.ભગોરા નાઓના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા નેત્રમ કમાન્ડ & કંટ્રોલના સર્વેલન્સ આધારે ગુનો ડિટેકટ કરી આરોપીઓને પકડી પાડેલ છે.