વરસામેડીમાં 10 હજારની સબમર્શિબલ મોટરની ચોરી
અંજારના વરસામેડીમાં ખેતર માટે નર્મદા કેનાલમાં મૂકેલી રૂા. 10,000ની સબમર્શિબલ મોટરની કોઇ શખ્સોએ ચોરી કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી વરસામેડી કેશવનગરની પાછળ કેનાલ પાસે આવેલા ખેતર-વાડીમાં ગત તા. 15/9થી 17/9 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. અહીં વાડી ધરાવતા યુવાન તા. 15/9ના વાડીએ આવ્યા હતા. બાદમાં અયોધ્યા નીકળી ગયા હતા, ત્યારે તેમને મજૂરીકામ કરતા યુવાન નો ફોન આવ્યો અને કેનાલમાં મોટર ન હોવાનું કહ્યું હતું. આ ખેડૂતે ખેતર માટે કેનાલમાં સબમર્શિબલ મોટર મૂકી રાખી હતી, જે તસ્કરોએ તફડાવી હતી. રૂા. 10,000ની ચોરીના આ બનાવ અંગે ધવલ રમેશ ટાંકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.