ભુજમાં પાણીની મોટરનો કરંટ લાગતાં યુવાનનું મોત

image

ભુજનો 21 વર્ષીય યુવાન સુરિયાન આદમ માંજોઠી સવારે પોતાનાં ઘરે પાણીની મોટર લગાવતો હતો, તે દરમિયાન કરંટ લાગતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ભુજનાં સુરલભિટ્ટ મંદિર પાછળ, જેનબ ટાઉનશિપમાં રહેતો યુવાન સવારે 10.45 વાગ્યાના અરસામાં ઘરે પાણીની મોટર લગાવતો હતો, ત્યારે તેને જોરદાર કરંટ લાગતા સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યે હતો. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઇ હતી.