ગાંધીધામમાં તંબાકુ બનાવતી વખતે પાણીના ટાંકામાં પડી જતાં મોત
ગાંધીધામના યાદવનગર કાર્ગો વિસ્તારમાં 49 વર્ષીય યુવાન તંબાકુ બનાવતાં બનાવતાં પાણીના ટાંકામાં પડી જતાં જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ શહેરના કાર્ગો યાદવનગરમાં રહેનાર આધેડે જીવ ખોયો હતો. આ શ્રમિક આધેડ રાજુ મુક્તરના ખાલી પડેલા મકાનમાં ટાંકી ઉપર બેસીને તંબાકુ બનાવી રહ્યો હતો દરમ્યાન, પોતાના શરીરનું સંતુલન ગુમાવી દેતાં પાણીના ટાંકામાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જતાં આ શ્રમિકે જીવ ખોયો હતો.