ભુજમાં સગીર છોકરો ગુમ થતાં અપહરણની ફોજદારી
ભુજના સંજોગનરમાં રહેતો 15 વર્ષીય સગીર ગુમ થતાં અપહરણની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ સંજોગનગર, મુસ્તફાનગર ખાતે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 20/9ના બપોરે તેમના ઘરેથી તેમનો 15 વર્ષનો દીકરો ફુરકાન ઘરે પોતાનો ફોન અને પર્સ તથા દુકાનની ચાવી રાખી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયો હતો. તેના મિત્રો તથા સગાસંબંધીઓ પાસે પૂછતાછ કરતાં તેની કોઈ ખબર મળી ન હતી. આમ બ્લેક નાઈટ પેન્ટ, ગ્રે ટી-શર્ટ પહેરલો ઘઉંવર્ણનો ફુરકાન ગુમ થતાં કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસે નોંધી છાનબીન શરૂ કરી છે.