મુંદરા તાલુકાના ટુંડાની કોલોનીમાં નહાવા ગયા ને મોબાઈલ ચોરાયો; ખાતામાંથી 80 હજારે સેરવી લેવાયા

મુંદરા તાલુકાના ટુંડાની કોલોનીમાં મિત્રો સાથે  રહેતો ફરિયાદી મોબાઈલ ચાર્જિંગમાં મૂકી નહાવા ગયો હતો અને પરત આવતાં મોબાઈલની ઉઠાંતરી થઈ ગઈ હતી.સૂત્રો પરથી મળતી માહિતી બીજા દિવસે નવું સિમ લઈ પેટીએમ ડાઉનલોડ કરી બેન્ક બેલેન્સ તપાસતાં 80 હજાર ઉપડી ગયા હતા. આ બનાવ અંગે ટુંડામાં રહેતા મૂળ ઝારખંડના દીપકકુમાર શ્યામબિહારી રજવારે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 17ના તે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને નહાવા ગયો હતો અને પરત આવતાં મોબાઈલ મળ્યો ન હતો. બીજા દિવસે નવું સિમ ખરીદી ફોન ચાલુ કરતાં બેન્ક ખાતામાંથી રૂા. 80 હજાર ઉપડી ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.