એક લાખના બદલામાં રૂપીયા ત્રણ લાખ આપવાનુ જણાવી લોકો સાથે સંપર્ક સાધી લાભમેળવવાના બહાને વિશ્વાસમાં લઇ લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છભુજ-ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમકવાણા.એમ. સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી જાદવ.સાહેબ તથા એમ શિણોલ.એચ.સાહેબનાઓએ જિલ્લામાં અમુક ઇસમો ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના આપવાના બહાને લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રવિન્દ્રસિંહ ચૌધરી, જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઇ ગઢવી, શ્યામભાઇ ગઢવી તથા પોભરત ગઢવી .કોન્સ., કલ્પેશ ચૌધરી તથા દિનેશભાઇ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પ્રવિન્દ્રસિંહ ચૌધરીનાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, ઉઝેર ઓઢેજા તથા સુફીયાન ઓઢેજા રહે. બન્ને કેમ્પ એરીયા ભુજ વાળાઓ ચીટીંગ કરવાની ટેવવાળા હોય અને તેઓ રૂપીયા એક લાખના બદલામાં રૂપીયા ત્રણ લાખ આવવા લોકોને લલચાવવા તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરે છે, તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે તેઓ હાલે આર.ટી.ઓ સર્કલ એચ.ડી.એફ.સી. બેંકની પાસે વાળી ગલીમા હાજર છે અને તેમના પાસે ચીટીંગ કરવાના હેતુનો મુદામાલ પણ તેની પાસે રહેલ ટુ વિલ્હરમાં પડેલ છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મજકુર બન્ને ઇસમો મળી આવેલ અને તેની પાસેથી રૂપીયા ૧૦૦-/, ૨૦૦/-તથા ૫૦૦/- દરની નોટોના બંડલો જેમા અમુક બંડલ પર ઉપરના ભાગે ભારતીય બનાવટના અલગ અલગ
દરની ચલણી અસલ નોટ એક અને તેની નીચે ભારતીય મનોરંજન બેન્ક લખેલ બંડલો મળી આવેલ જે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમોએ જણાવેલ કે, પોતે બન્ને સાથે મળી આ રૂપીયા ૧૦૦/- ૨૦૦/- તથા ૫૦૦/-
ના બંડલો જેવા સાઈડથી દેખાતા બંડલોનો ઉપયોગ મોબાઈલ ફોનમાં સોશ્યલ મીડીયા એપ્લીકેશનો ફેસબુક, ઇસ્ટાગ્રામ, વોટસએપમાં એકાઉન્ટો બનાવી તેમા ભારતીય ચલણની નોટોના વિડીયાઓ બનાવી રૂપીયા ૧ લાખ ના બદલામાં રૂપીયા ૩ લાખ આપવાની જાહેરાતો મુકી લોકો સાથે સંપર્ક સાધી લોકોને વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતો હોવાની હકીકત જણાવેલ .જેથી મજકુર ઇસમો વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ .નં.૨.૧૨૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૧૮૨, ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧, ૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.