મેળામાં આવતા એક્ટિવા ચાલકનું ટ્રેઈલર હડફેટે મોત:વોંધ

ભચાઉના વોંધ ખાતે રામાપીરના મેળામાં આવતા કિશોર ને ટ્રેઈલરે હડફેટમાં લેતાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. સામખિયાળી ખાતે અઢી મહિના પહેલાં અજંતા કંપનીમાં કામ અર્થે આવેલો મૂળ વાવ થરાદ, રતનપુરાનો કિશોર સામખિયાળી ખાતે રહેતો હતો. ગત તા. 22/9ના સવારે તે  તથા એક્ટિવા લઈને વોંધ ખાતે રામાપીરના મેળામાં જવા નીકળ્યા હતા. રસ્તામાં ચા-પાણી કરવા ઊભા રહેતાં અન્ય મિત્ર મળ્યો હતો તેની બાઈકમાં કિશોર બેઠો હતો અને મિત્ર એકલો એક્ટિવા ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે મિની પંજાબની બાજુમાં સેમોજકૃપા હોટેલની સામે પહોંચતાં પાછળથી આવતાં ટ્રેઈલર એ એક્ટિવાને અડફેટમાં લેતાં યુવાન નીચે પટકાયો હતો. બાદમાં ટ્રેઈલરના તોતિંગ પૈડાં તેની પરથી ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.