પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા બાઈક રેલી તથા અલગ અલગ શાળાઓ ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવેલ.

image

જરોજ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક તથા RTO વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા માર્ગ સલામતી માટે જનજાગૃતિ લાવવા માટે ગાંધીધામ ખાતે બાઈક રેલીનું આયોજન ક૨વામાં આવેલ હતું જેમાં ના.પો.અધિ.શ્રી ડી.આર.ભાટીયા સાહેબ નાઓ દ્રારા હરી ઝંડી આપી માર્ગ સલામતી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ અને આ રેલીનું મુખ્ય હેતુ વાહનચાલકો તથા નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. રેલી દરમિયાન હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, સીટબેલ્ટ પહેરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઓવરસ્પીડ તથા જોખમી ડ્રાઈવિંગથી દૂર રહેવું અને ટ્રાફિક સિગ્નલ તથા માર્ગ નિયમોનું પાલન કરવું અંગે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો. આ બાઈક રેલીમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, RTO અને BSF અધિકારી-કર્મચારીઓ તથા અન્ય નાગરીકો સહભાગી થઈ હેલ્મેટ પહેરીને રેલીમાં ભાગ લીધો હતો. જેમાં આશરે ૧૦૦ જેટલા બાઈકર્સ સાથે ૧૫૦ જેટલા લોકોએ ભાગ લીધેલ. આ રેલી દરમિયાન માર્ગ સલામતી અંગેના સંદેશા સાથે જનજાગૃતિ કરવામાં આવેલ.

તેમજ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા વાદીનગર સરકારી શાળા ખાતે તથા આડેસર પોલીસ સ્ટેશન દ્વારા આડેસર આર્દશ ડુમાર શાળા ખાતે સાયબર કાઈમ અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવેલ જેમાં સ્કુલના વિધાર્થીઓને ટેકનોલોજીના ઉપયોગ બાબતે અને સાયબર ક્રાઈમ શું છે અને સાયબર કાઈમથી સુરક્ષીત રહેવા શું કરવું, શું ન કરવું, મજબુત પાસવર્ડ, સીકયુરીટીની સેકન્ડ લહેર વીશે તથા આઈ.પી.એડ્રેસ શું છે, મોબાઈલ હેડિંગ તથા એ.આઈ. ટુલ્સના ઉપયોગ વિગેરે બાબતે માહિતી આપવામાં આવેલ અને કોઈપણ સાયબર ક્રાઈમનો બનાવ બને તો ભારત સરકારના એન.સી.આર.પી. પોર્ટલના હેલ્પલાઈન સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર ફરીયાદ લખાવવા તેમજ સરકારશ્રીના સાયબર કાઈમને અટકાવવા માટેના કાર્યો અને જીરો એફ.આઈ.આર. અંગે માહિતી આપવામાં આવેલ હતી. આ બશ્નો કાર્યકમોમાં પોલીસ અધિકારી/કર્મચારી તથા શાળાના શિક્ષકો તથા ગામના આગેવાનો કુલ-૨૫૦ જેટલા હાજર રહેલ હતા.