રોકડ રકમ, કિંમતી દાગીના અને ખેતી લાયક જમીનના દસ્તાવેજો કરાવી પડાવી લેનાર આરોપીઓ વિરુદ્ધ લાલ આંખ કરી ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ વ્યાજખોરો વિરૂધ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે સુચના અન્વયે કામગીરી ચાલુમા હતી તે દરમ્યાન વ્યાજના વિષચક્ર મા ફસાયેલ એક ભોગબનનાર યુવકને આરોપીઓ(૧) આમદ હાજી મામદ મંધરા રહે.કોઠારા તા.અબડાસા કચ્છ (૨) ઓસમાણ હાજી મામદ મંધરા રહે.કોઠારા તા.અબડાસા કચ્છ વાળાઓએ દસ ટકા વ્યાજ લેખે રૂપિયા આપી ત્યાર બાદ વ્યાજના નામે તેના સહી વાળા કોરા ચેક તથા સી ફુડના સ્ટેમ્પ,સહી વાળી ચેકબુકો તથા વ્યાજના નામે ફોર વ્હીલર કાર સાટા કરાર થી લખાવી તથા વધુ મુદત આપવા પોતાની કિંમતી જમીનનો સાટા કરાર ત્યાર બાદ ધાક ધમકીઓ કરી તેની કિંમતી જમીનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલ હોય જે અન્વયે કોઠારા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૨૩૨૬ ૦૧૩૫/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા અધિ. ૨૦૨૩ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૩),૩૦૮(૫),૫૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ની કલમ ૪૦, ૪૨, ૪૩ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુના કામેની તપાસ કોઠારા પોલીસ સ્ટેશનખાતે ચાલુમાં છે. જે ગુના કામે ઉપરોકત બંને આરોપીઓને અટક કરવામાં આવેલ.
આ ગુના કામેના આરોપીઓ પૈકી આરોપી આમદ હાજી મામદ મંધરા રહે.કોઠારા તા.અબડાસા કચ્છ વાળાનો સગો સાળો ભુજમાં સંજોગનગરમાં રહેતો હોય અને તેના રહેણાંક મકાનમાં આ ગુના કામે ઉપયોગી થઇ શકે તેવા અગત્યના વધુ પુરાવાઓ તથા અન્ય ઉપયોગી થાય તેવો મુદામાલ હોવા અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ય, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓને સચોટ બાતમી હકીકત મળેલ હોય જે અન્વયે જરૂરી વર્ક આઉટ કરી મજકુર આરોપીના સગા સાળા રજાકભાઈ ઓસમાણભાઈ સોતા રહે.મુસ્તફા મસ્જીદની બાજુમાં, સંજોગનગર, ભુજ વાળાના રહેણાંક મકાનમાં એ.એમ.મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જરૂરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ ત્વરીત કાર્યવાહી કરી નીચેની વિગતેનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.