શિક્ષણ તરફ એક દીકરીનું પુનઃવળતર – અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટની સફળ પહેલ

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ એક દીકરીને શિક્ષણ સાથે ફરી જોડવાની સફળ પહેલનું ઉદાહરણ જેમાં વિસા ખારી હાઈસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી આહીર સાવીબેનનો અભ્યાસ પરિવારની કેટલીક પરિસ્થિતિઓ ઘરજવાબદારીઓ તેમજ પરિવાર અને સામાજિક પરંપરાઓ સાથે જોડાયેલી જવાબદારીઓના કારણે અધવચ્ચે અટકી ગયો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન સહાયક નિરાલીબેન દ્વારા વાલી મુલાકાત કરવામાં આવી. પરિવાર સાથે સંવેદનશીલ રીતે વાતચીત કરીને સાવીબેનના શિક્ષણના મહત્વ અંગે સમજ આપવામાં આવી. પરિવારના સહકારથી સાવીબેનને ફરી હાઈસ્કૂલ સુધી લાવવામાં આવ્યા અને તેમનો અભ્યાસ પુનઃ શરૂ થયો.
આજે સાવીબેન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની સાથે પોતાના નાના ભાઈને પણ સાથે લઈને શાળાએ આવે છે. આ એક સુંદર ઉદાહરણ છે કે સમજણ, સહયોગ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા દીકરીઓને શિક્ષણ સાથે જોડીને તેમના ભવિષ્યને નવી દિશા આપી શકાય છે.
*એક દીકરીનું શિક્ષણ એટલે એક ઉજ્જવળ ભવિષ્ય તરફનું મજબૂત પગલું.”
અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ આવી પહેલો દ્વારા વંચિત વિસ્તારોમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.