રાપર તાલુકા ની શાળામાં આચાર્ય દ્વારા આચરેલ દુષ્કર્મ તથા પોક્સો ના આરોપી આચાર્ય ને સોજીત્રા જી.આણંદ ખાતેથી તાત્કાલીક પકડી પાડતી રાપર પોલીસ

image

રાપર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૧૦૨૬૦૫૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ – ૬૪ (૨)(f) (i) (m) ૬૫ ૭૫(૧)(i) ૩૫૧(૨) ૫૪ તથા પોકસો એકટ કલમ ૪ ૬ ૧૨ ૧૭ ૨૧(૨) મુજબ નો ગુનો દાખલ હોય અને આ ગુનામા સગીર વયની વિધ્યાર્થીની સાથે શાળા ના આચાર્યએ દુષ્કર્મ આચરેલ હોય અને આરોપી શાળા ના આચાર્ય હોય,

જેથી ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી.ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ ઉપરોકત ગુનાના આરોપી આચાર્ય ને તાત્કાલીક પકડી પાડવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,

A જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એલ.ખટાણા નાઓએ આરોપી ને શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન બનાવી ટેકનીકલ એનાલીસસ તથા હ્યુમન સોર્સીસ ના આધારે આરોપી વિપુલ ભાનુભાઈ ગોહિલ ઉ.વ.૨૭ વાળાને ગામ-દેવાતલપડ તા.સોજીત્રા જી.આણંદ ખાતે થી પકડી પાડી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.