નાગ્રેચાનાં તળાવના બાવળોમાંથી દેશી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

માંડવી તાલુકાના નાગ્રેચાનાં તળાવના ઓગનની બાવળોની ઝાડીમાંથી દેશી બંદૂક સાથે મોટી ઉનડોઠના દિનેશ જખુ કોળીને એસઓજીએ ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી એસઓજીની ટીમે ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે નાગ્રેચા ગામના ચાદાસર તળાવના ઓગનની બાવળની ઝાડીઓમાંથી પરવાના વિના ગેરકાયદેસર રાખેલી દેશી બનાવટની મજલ લોડ બંદૂક કિં. રૂા. 2000 સાથે આરોપી દિનેશ જખુ કોલીને ઝડપી ગઢશીશા પોલીસ મથકે તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરાવાયો હતો.