ભીમાસરમાં અંગ્રેજી દારૂ સાથે આરોપીની ધરપકડ

અંજાર તાલુકાના ભીમાસરના કોળીવાસમાં બાવળની ઝાડીમાંથી પોલીસે રૂા. 23,142ના દારૂ સાથે ઈસમને પકડી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી તેનો ભાગીદાર તથા દારૂ આપનારો હાથમાં આવ્યો ન હતો. જૂના ગામ ભીમાસર કોળીવાસમાં ઘર પાછળ બાવળની ઝાડીમાં શખ્સો દારૂ વેચતા હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ જગ્યાએ દારૂ વેચતાને પકડી લેવાયો હતો. તેની પાસેથી ગ્રીન લેબલ 180 મિ.લી.ના 164 ક્વાર્ટરિયા કિંમત રૂા. 23,124નો દારૂ જપ્ત કરાયો હતો. તેનો ભાગીદાર હાજર મળ્યો ન હતો. આ દારૂનો જથ્થો એક શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા આ બંને શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.