લોરિયાની વાડીઓમાંથી બોરના વાયરની ચોરી

ભુજ,તાલુકાના લોરિયા સીમની વાડીઓમાંથી રૂા. 73,430ના બોરના વાયરની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઇકાલે માધાપર પોલીસ મથકે લોરિયાના હનુમાનનગર ખાતે રહેતા ખેડૂત એ નોંધાવેલી ફરિયાદ મુજબ લોરિયા ગામની સીમમાં આવેલી તેમની તથા સાહેદની વાડીમાંથી ગત તા. 24/9ના સાંજથી બીજા દિવસ દરમ્યાન બોરની મોટરના અલગ-અલગ એમ.એમ.ના કોપરના વાયરો જેની કિં. રૂા. 73,430ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.