અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કોઠ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુના કામે છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી આદિપુર પોલીસ

image

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરણ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અઘેિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામા નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર તથા પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળાની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા ચોકકસ બાતમી તથા હ્યુમન સોર્શેશના આઘારે અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કોઠ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુના કામે છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને આદિપુર ખાતેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ બી.એન.એસ.એસ.કલમ-૩૫(૧)(જે)મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોપવામા આવેલ છે.