આપઘાત કરવા જતા બેનનું 181 ટીમ દ્વારા કરવામાં આવ્યો બચાવ
112 ની ટીમ દ્વારા ફોન આવેલ તેવો જણાવે કે બે દીકરીઓને સામસામે ઝગડવાનું થયું હોય જેમાં એક બેન સુસાઇડ કરવાનો પ્રયત્ન કરતા હોય જેથી મહિલા હેલ્પ લાઈનમાં મદદ માટે ફોન આવેલ
ફરજ પર હાજર કાઉન્સિલર પ્રવિણાબેન પારગી, કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પાયલોટ દિવ્યરાજસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચી ગયેલ…
ઘટના સ્થળે પહોંચી જોયું તો બેન દરવાજો બંધ કરીને અંદર પુરાઈ ગયેલ હોય જેથી તેઓને દરવાજા બહારથી શાંતિ પૂર્વક વાત કરેલ અને જણાવેલ કે અમે તમારી મદદ માટે જ આવ્યા છીએ થોડું સમજાવ્યા બાદ બેને દરવાજો ખોલ્યો હોય ત્યારબાદ તેમના સાથે વાતચીત કરી વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓના અવારનવાર ઘર કંકાશને લઈને તેઓએ આ પગલું લેવાનું વિચાર્યું હોય વધુમાં જાણ્યું કે તેઓના લગ્ન જીવનને 15 વર્ષ થયા હોય પરંતુ તેમાંથી તેઓ માત્ર છ થી સાત મહિના જ સાસરીમાં રહ્યા હોય ત્યારબાદ તેમના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેઓ માવતર આવતા રહેલ.તેઓના લગ્ન જીવનથી એક સંતાન છે જે પણ એમના માવતરમાં જ મોટું થયું હોય.બેન હોમગાર્ડ માં નોકરી કરે છે પરંતુ તેઓ જણાવે કે અવારનવાર એમના માવતર તરફથી પણ હેરાનગતિ હોય જેને લઈને તેઓ કંટાળીને સુસાઇડ નોટ લખી અને સુસાઇડ કરવાના પ્રયત્નો કરે.બેન જણાવે કે મારે હવે અહીંયા રહેવું જ નથી. બેનના પરિવારના સાથે વાતચીત કરેલી પરંતુ તેઓ પણ જણાવે કે અમારી દીકરી અવાર-નવાર આવી રીતના સુસાઈડ કરવાનો પ્રયત્ન કરે છે જેથી તમે એમને લઈ જાવ અમને પણ હવે ભરોસો નથી રહ્યો કાલ ઊઠીને ગમે તે કરશે તો જવાબદાર તો અમે જ બનીશું ને આવું કહી તેમના માતા પિતા પણ બેન ની જવાબદારી લેતા ન હોય.હાલ બેનને પ્રેમપૂર્વક સમજાવ્યા હોય અને જણાવેલ કે મરવું એ છેલ્લો ઓપ્શન નથી.તમે ચાહો તો અમે તમને અને તમારી દીકરી ને મહિલાઓની સંસ્થામાં મૂકી શકીએ છીએ પરંતુ તેઓ ના કહે જેથી બહેનને તેમની સાથે નોકરી કરતા બેન સાથે તેમની મરજીથી સુરક્ષિત સોંપેલ છે તેમજ જણાવેલ કે જ્યારે પણ તમને જરૂર જણાય તમે 181 માં કોલ કરી શકો છો