પ્રોહિબિશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ ક૨વા જરૂરી સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ-અંજાર નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પ્રયત્નશીલ રહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નુરી મસ્જીદ કટ પાસે ફોર્ચુનર કાર રજી નંબર-GJ-18-BJ-9408 વાળી શંકાસ્પદ જણાઈ આવતા તે ગાડીનો પીછો કરતા ફોર્ચુનર કા૨ના ચાલકને પોલીસની શંકા જતા તેણે નુરી મસ્જીદથી ગાંધીધામ બસ સ્ટેશન તરફના સર્વિસ રોડ થઈ યુ ટર્ન લઈ ઉપરોક્ત ફોર્ચુનર કા૨ ચુંગી નાકા બાજુ પુરઝડપે ભગાડતા ચુંગીનાકા પાસે ફોર્ચુનર કારના ટાયર ફાટી જતા કાર ચાલક કા૨ મુકીને નાશી ગયેલ જે કાર પાસે પોલીસ ટીમ પહોચી કા૨ની અંદર તપાસ કરતા ફોર્ચુનર કાર માથી અલગ અલગ વિદેશી દારૂ તેમજ બિયર ટીનનો જથ્થો મળી જે કુલ્લ દારૂ પેટી નંગ-૫૯ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી આ નાશી ગયેલ ફોર્ચુનર કાર ચાલક આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.