ગોપાલપુરની જીત! કચ્છ પ્રવાસી સંઘ ની એક રજૂઆત અને તંત્ર દોડતું થયું!

ભુજના ગોપાલપુર સ્ટેશને 19 સપ્ટેમ્બરે લોકાર્પણ તો થયું, પણ મુસાફરો હાલાકી ભોગવતા હતા. ન બેસવાની બેંચ, ન પાણી, ન ઈન્ડિકેટર!

ત્યારે કચ્છના અવાજ બનીને આગળ આવ્યું કચ્છ પ્રવાસી સંઘ!

સંઘે 25 સપ્ટેમ્બરે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે સાહેબને રજૂઆત કરી. અને પરિણામ?

આજે રેલવેએ ખાતરી જ નહીં, કામ ચાલુ કરી દીધું! અમદાવાદ ડિવિઝનના મેનેજર અનુજ તિવારીએ જાતે સંઘના હીરો નિલેશ શ્યામ શાહને જાણ કરી કે – એપ્રોચ રોડ, બેંચ, કુલી, પાણી, ઈન્ડિકેટર બધાનું કામ શરૂ!

આ છે પાંજે કચ્છ જા વાવડ ગ્રુપ ના નિલેશ શ્યામ શાહ ની તાકાત – એક રજૂઆત અને આખું તંત્ર હલી ગયું! કચ્છના મુસાફરો માટે દોડનારા આ યોદ્ધાને સલામ!