બન્નીના સાંધરા ગામમાં કાળમુખો કોળિયો! એક જ ઘરના બે માસૂમના મોત, 6 જીવન-મરણ વચ્ચે!

બન્નીમાં અરેરાટી!

સાંધરા ગામમાં એક જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તાવ, માથાનો દુખાવો અને ઉલ્ટીઓથી શરૂ થયેલી રહસ્યમય બીમારીએ બે ભાઈઓનો ભોગ લીધો.

23 તારીખે બીમાર પડ્યા, દવા લઈને ઘરે આવ્યા, પણ 25મીએ 8 વર્ષના દીકરાએ ઘરમાં જ દમ તોડ્યો, અને પછી 12 વર્ષના મોટા ભાઈએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

9 જણના પરિવારમાંથી હવે માતા-પિતા સહિત 6 લોકો GK હોસ્પિટલમાં જીવન સામે ઝઝૂમી રહ્યા છે.

ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય વિભાગની મોટી ટીમ ગામે દોડી છે. ઘરના તેલ, ભોજનના નમૂના લેવાયા છે. શું આ ફૂડ પોઈઝનિંગ છે કે વાયરલ એન્સેફેલાઈટીસ? બ્લડ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.

એક પરિવારની ચીસો આખા બન્નીને હચમચાવી ગઈ છે!