કચ્છ સહિત દેશભરમાં મોટો નિયમ બદલાયો! જન્મ-મૃત્યુની નોંધણી હવે આસાન નથી!

કચ્છ સહિત આખા દેશમાં જન્મ અને મૃત્યુ નોંધણીના નિયમો કડક થઈ ગયા છે!

હવે મોડું કરશો તો દોડધામ વધશે!

નવા નિયમ મુજબ, જો જન્મ કે મૃત્યુની નોંધણી 1 વર્ષથી વધુ અને 2 વર્ષની અંદર કરાવશો તો સબ-ડિસ્ટ્રિક્ટ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે.

અને જો 2 વર્ષથી વધુ સમય વીતી ગયો તો? તો સીધા પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટનો હુકમ લાવવો ફરજિયાત!

સરકારે વિલંબિત નોંધણી રોકવા આ કડક પગલું ભર્યું છે. તો સમયસર નોંધણી કરાવી લો, નહીંતર કોર્ટના ધક્કા ખાવા પડશે!