ભુજમાં અનઅધિકૃત LEDનો ઉપયોગ અટકાવવા સઘન કાર્યવાહી

image

વડાપ્રધાનના 25 વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે તા. 17/10/2026 દરમિયાન યોજાનાર `સેવા સંકલ્પ અભિયાન’  હેઠળ `સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા રોડ સેફ્ટી માટે વાહનોમાં અનઅધિકૃત તથા વધુ તીવ્રતાવાળા એલ.ઇ.ડી. લાઈટના ઉપયોગને અટકાવવા માટે  સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરાઇ હતી.સૂત્રો પરથી મળતી માહિતી આ કાર્યવાહી દરમિયાન માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને વાહનોની ચકાસણી કરાઇ હતી. કુલ-55 વાહનોને ચલણ ઇસ્યૂ કરી દંડાત્મક કાર્યવાહી કરાઇ હતી. વાહનચાલકોને વધુ તીવ્રતાવાળી એલ.ઇ.ડી. લાઈટો દૂર કરવા તેમજ મંજૂર ધોરણ મુજબની લાઈટોનો જ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.