સોશિયલ મીડિયા પર દુષ્ટ વીડિયો કોલ મારફતે પરેશાન કરતાં તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા માંગ

માધાપરમાં સોશિયલ મીડિયા પરથી વીડિયોકોલ કરી મહિલાઓના અભદ્ર ફોટા મોકલી પરેશાન કરતા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.સૂત્રો પરથી મળતી માહિતી કચ્છ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પારૂલબેન કારાએ મોબાઈલ નંબરોની યાદી સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને લેખિતમાં કરેલી રજૂઆત મુજબ આ મોબાઈલ નંબરો પરથી કચ્છના વેપારીઓ સહિતના લોકોને વીડિયોકોલ કરી મહિલાઓના નિર્વત્ર-અભદ્ર ફોટા મોકલી પરેશાન કરી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. આમાંથી કેટલાક કિસ્સા બહાર આવે છે, તો કેટલાક લોકો બેઈજ્જતી અને સમાજના ડરથી ફરિયાદો કરવાનું ટાળતા હોઈ આવી ગેંગને પોલીસ પકડી કાયદાનું ભાન કરાવે તેવી માંગ કરી છે.